हाइकु मञ्जूषा (समसामयिक हाइकु संचयनिका)

卐 ~•~ 卐 ~•~ 卐 ~•~ 卐 ~•~ हाइकु मञ्जूषा (समसामयिक हाइकु संचयनिका) संचालक : प्रदीप कुमार दाश "दीपक" ~•~ 卐 ~•~ 卐 ~•~ 卐 ~•~ 卐

सोमवार, 18 अप्रैल 2022

હાઈકુ : નીતા છેડા



નીતા છેડા

હાઈકુ

૧)  
પી ગયો નદી
કૈ કેટલી છતાં યે
દરિયો ખારો !


૨)
જીરવી જાણે
ખારાશ સાગરની
માત્ર સરિતા !


૩)
સોનેરી સંધ્યા
સૂર્યના મૃદુ સ્પર્શે
લજ્જાથી લાલ !


૪)
તાડવનમાં
છાંયડો ઝંખ્યા કરે
મન બ્હાવરુ !


૫) 
બારણાં બંધ;
ટકોરાં ટળવળે
ટેરવાં મહીં ।


૬)
બંધ બારણે
વસન તારતાર
દબાતી ચીસો ।


૭)
આપ્યું જીવન,
ન ક્ષણ આપી એક
જીવવા સમી !


૮)
વર્ષાની સાંજે
ભીંજાવું છત્રી તળે,
યાદ છે તને !


૯)
જોજનો દૂર
આપણે બન્ને,છતાં
સાવ સમીપે !


૧૦)
કંઈ નથી ને
છતાં કંઈક તો છે
આપણી વચ્ચે !


~ નીતા છેડા

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

MOST POPULAR POST IN MONTH